આજની તારીખની બૉલિવુડની હૉટ જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મૂવી ડેટ પર ગયા ત્યારે ફોટોગ્રાફર્સે એવેન્જર્સ ઍન્ડગેમ જોવા આવેલા કલાકારની એ મોમેન્ટને કેમેરામાં ઝડપી લેવામાં કોઈ કચાશ છોડી નહોતી. મૂવી જોવા આવેલી આલિયાએ ફ્લોરલ ટૉપ અને બ્લુ જીન્સ પહેર્યું હતું તો રણબીરે જીન્સ, સફેદ ટી-શર્ટ પર ચેક શર્ટની સાથે માથે ટોપી પહેરી હતી.

ગયા વરસે આલિયા અને રણબીર ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યાર બાદ ઘણીવાર તેઓ સાથે જોવા મળ્યા હતા. ક્યારેક તેઓ ઍવોર્ડ શોમાં હાથમાં હાથ નાખીને તો ક્યારેક ન્યુયોર્કમાં શોપિંગ કરતા નજરે પડ્યા હતા.

બંનેએ આ વરસે તેમના સંબંધો અંગે ખુલાસા કરવાની શરૂઆત કરી. આલિયા જ્યારે કૉફી વિથ કરણમાં આવી ત્યારે એણે રણબીર સાથેના એના સંબંધો અંગે જણાવ્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો બંને આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here