સંજય લીલા ભણશાળીએ બુધવારે સાંજે એલાન કર્યું હતું કે તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ લીડ રોલ કરશે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણશાળી પહેલીવાર સાથે કામ કરશે. સંજયની આ ફિલ્મ લાંબા અરસાથી અટકેલી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાળઈની પહેલી પસંદ નહોતી પણ એવું લાગે છે કે આલિયાનું નસીબ બે ડગલા આગળ હશે.

હકીકતમાં સંજય લીલા ભણશાળી ઘણા સમય અગાઉ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ શરૂ કરવા માંગતા હતા અને લીડ માટે પ્રિયંકા ચોપરાને ફાઇનલ પણ કરી હતી. જાકે પ્રિયંકા એના હાલિવુડના પ્રોજેGટમાં બિઝી હોવાથી આ ફિલ્મ માટે તારીખો ફાળવી શકતી નહોતી. આખરે સંજયે આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here