રીહેબ પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત અને ડેબ્યુ ડિરેક્ટર પ્રીતિ સિંઘ દિગ્દર્શિત રોમાન્ટિક થ્રિલરના ફર્સ્ટ લૂકને મંગળવારે લૉન્ચ કરાયો હતો. વિનય પાઠક, રાયમા સેન અને સલિમ દિવાન અભિનીત ફિલ્મ એવી ત્રણ વ્યક્તિની વાત કરે છે જેઓ જાતીયતા અંગે વિવિધ માન્યતાઓ ધરાવે છે.

ફિલ્મ અંગે જણાવતા વિનય પાઠક કહે છે કે, મેં જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે જ નક્કી કર્યું કે આ ફિલ્મ કોઈ પણ ભોગે કરવી છે. ફિલ્મમાં તમે ધાર્યા પણ નહીં હોય એવા વળાંકો આવે છે.

જ્યારે રાયમા સેનનું કહેવું છે કે લાંબા અરસા બાદ સારી સ્ક્રિપ્ટ અને મારૂં માત્ર મારા દિલને સ્પર્શી ગયા. હું ખાત્રીપૂર્વક કહીશ કે આલિયા બાસુ ગાયબ હૈ ફિલ્મ દર્શકો માટે થ્રિલિંગ અનુભવ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here