બાલિવુડના ખિલાડી અક્ષયકુમાર અને યશરાજ ફિલ્મ્સે મળીને અભિનેતાના ચાહકોને શાનદાર ભેટ આપી છે. અત્યાર સુધી અક્ષયના ચાહકો એની આગામી પાંચ ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યા ત્યાં એની છઠ્ઠી ફિલ્મની પણ ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે. એની આગામી ફિલ્મ છે પૃથ્વીરાજ ચૌહાણ જેમાં એ ટાઇટલ રોલ કરી રહ્યો છે.

અક્ષયકુમારે એની બર્થ ડેની રીટર્ન ગિફ્ટમાં ચાહકોને પૃથ્વીરાજનું ટીઝર આપ્યું છે. આ નાનકડું ટીઝર જોઈ ફિલ્મની ભવ્યતાનો અંદાજ લગાવી શતાય છે.

ટીઝરમાં અક્ષયનો પૃથ્વીરાજનો લૂક તો જોવા નથી મળતો પણ ફિલ્મમાં અક્ષય કેવો દેખાશે એનો અંદાજો લગાવી શકાય છે.

ટીઝર શેર કરવાની સાથે અક્ષયે લખ્યું હતું, મારી વર્ષગાઠ પર મારી પહેલી પિરિયડ ડ્રામા ફિલ્મ અંગે જાણ કરતા આનંદ અનુભવી રહ્યો છું. મારૂં સૌભાગ્ય છે કે એમાં હીરોની ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો. એ સાથે અક્ષયે ઉમેર્યું હતું કે પૃથ્વીરાજ મારી સૌથી મોટી ફિલ્મોમાંની એક છે.

ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ કરી રહી છે. તો ચાણક્ય જેવી યાદગાર સિરિયલ બનાવનાર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. પૃથ્વીરાજ આવતા વરસે દિવાળીએ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here