અક્ષય કુમાર હાલ લક્ષ્મીનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે અક્ષયે ફિલ્મની સાથે એક ખાસ ઇનિશિયેટિવ લીધું છે. અક્ષય ટ્રાન્સજેન્ડરને તેમની આગવી ઓળખ અને બરોબરીનો દરજ્જો અપાવવા માટે પહેલ કરી છે. અક્ષયે એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને નામ આપ્યુ છે, અબ હમારી બારી હૈ.

અક્ષયે કિન્નર સાથે લાલ કપાળ પર લાલ ચાંદલો ચોંટાડી આ વાત કરી છે. એ સાથે કેપ્શનમાં લખ્યુ છે, નજરથી બચાવવા માટે તો ઘણા ટપકાં લગાવ્યા, હવે વિચાર બદલનારો ટીકો લગાવવાનો આપણો વારો છે. એણે જેન્ડર સ્ટીરિયો ટાઇપ તોડવાની વાત કહી છે. એક લાલ ચાંદલા સાથે કિન્નરને તમારો ટેકો આપો. જે પ્રેમ અને સમાનતાનું પ્રતીક છે.

અક્ષય લક્ષ્મીમાં કિન્નરની ભૂમિકા ભજવી રહ્યો છે, ફિલ્મના ગીત બમ ભોલેની ખાસ વાત એ છે કે એમાં અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પણ કપિલના શોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે.

વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here