કોરોના વાઇરસ ચીન અને ઇટલીમાં હાહાકર મચાવ્યા બાદ ભારતમાં પણ માથું ઉંચકી રહ્યો છે. દેશમાં પચાસથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે તો ગુરૂવારે કર્ણાટકમાં એક સિનિયર સિટીઝનનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. કોરોનાને પગલે દિલ્હી સરકારે તમામ થિયેટરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે અક્ષય કુમારે ગુરૂવારે સાંજે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે સૂર્યવંશીની રિલીઝ લંબાવવામાં આવી છે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને જમાવ્યું કે, સૂર્યવંશી એક એવો અનુભવ છે, જે અમે વરસોની મહેનતે તૈયાર કર્યું છે. સૂર્યવંશીના ટ્રેલરને જે રિસ્પોન્સ મળ્યો એ જોઈને અમે બધા ઉત્સાહમાં આવી ગયા હતા. અમને ખ્યાલ આવી ગયો કે દર્શકોને ફિલ્મ પસંદ પડશે. અમે બધા ફિલ્મને આપની સમક્ષ લાવવા એક્સાઇટેડ છીએ પરંતુ દેશભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસને કારણે અમે નિર્માતાઓએ નિર્ણય લીધો કે સૂર્યવંશીની રિલીઝની તારીખને લંબાવવામાં આવે. અમને દર્શકોની ચિંતા છે અને તેમને ધ્યાનમાં રાખી અમે આ નિર્ણય લઈ રહ્યા છીએ. સૂર્યવંશી તમારી વચ્ચે ત્યારે આવશે જ્યારે યોગ્ય સમય આવશે, આખરે આપ સૌની સુરક્ષા વધુ મહત્ત્વપૂર્ણ છે. તમે બધાતમારૂં ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.

સૂર્યવંશીને હવે ઈદ 2020ના રિલીઝ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એવું સાંભળવા મળ્યું છે કે નિર્માત હવે સૂર્યવંશીને ઈદના દિવસે રિલીઝ કરે જેથી વધુમાં વધુ દર્શકો ફિલ્મ જોવા આવી શકે. જોકે આ વાત કન્ફર્મ નથી. અક્ષય કુમારે પણ એની પોસ્ટમાં પણ લખ્યુ હતું કે નવી જાહેરાત સુધી સુરક્ષિત રહો. હવે જોવાનું એ છે કે રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર મળીને સૂર્યવંશી રિલીઝની તારીખ ક્યારે જાહેર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here