અક્ષય કુમાર અને નૂપુર સેનન સ્ટારર મ્યુઝિક વિડિયો ફિલહાલ દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો. હવે જ્યારે લૉકડાઉનને કારણે અઢી મહિનાથી શૂટિંગ બંધ છે ત્યારે ફિલહાલ પાર્ટ-2ની કાસ્ટિંગના ન્યુઝ આવી રહ્યા હતા. જોકે આ ખબરો પર પૂર્ણવિરામ મુકતી નોટિસ અક્ષય કુમારે જારી કરી છે. અક્ષય સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ વિડિયો માટે હાલ કોઈ કાસ્ટિંગ નથી થઈ રહ્યું.

અક્ષય કુમારે કરેલા ટ્વીટમાં લખ્યું હતું, કોરોના કાળમાં ફેક ન્યુઝ તો ઘણા સાંભળ્યા, હવે ફેક કાસ્ટિંગ પણ થઈ રહ્યુ છે. એ સાથે એક નોટિસ જારી કરી છે જેમાં લખ્યું છે, અમને જાણ થઈ છે કે અમુક લોકો ફિલહાલ પાર્ટ-2ની કાસ્ટિંગ અંગે ફેક ન્યુઝ ચલાવી રહ્યા છે. અમે, ફિલહાલની ટીમ સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કે ન તો અમારૂં પ્રોડક્શન હાઉસ, બેનર કે અમારી સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ, એજન્સી, પાર્ટનરશિપ ફર્મ કે કંપની આ ગીતની સિક્વલનું કાસ્ટિંગ કરી રહ્યુ છે.

હાલ અમે ફિલહાલની સિક્વલની કોઈ કાસ્ટિંગ કરી રહ્યા નથી. અને અમે તમને જણાવવા માંગીએ છીએ કે ફિલહાલની વાર્તા આગળ વધશે અને ઓરિજિનલ કાસ્ટ અને ટીમ દ્વારા જ એ લાવવામાં આવશે. અમે અમારા ચાહકોને અનુરોધ કરીએ છીએ કે તેઓ ફેક કાસ્ટિંગ કૉલને મહત્ત્વ ન આપે.

એ સાથે નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે એને કારણે અમે ફિલહાલ પાર્ટ-2 વહેલી તકે લાવવા ઉત્સાહિત છીએ. ખેર, અત્યારે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે જે નીતિ-નિયમો બનાવાયા છે એનું પાલન કરવું જોઇએ. અમે ટૂંક સમયમાં ફિલહાલ પાર્ટ-2 લઈને આવશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here