સોશિયલ મીડિયા પર તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા સંજય લીલા ભણશાળીએ તેમની આગામી ફિલ્મનું એલાન કર્યું છે. ફિલ્મનું ટિટલ છે બૈજુ બાવરા. આ ફિલ્મ 2021ના દિવાળીના અવસરે રિલીઝ થશે. અકબરના રાજ દરમ્યાન મ્યુઝિક લેજન્ડ સાથે બદલો લેતા એક ગાયકની કથા પર આધારિત ફિલ્મ હશે.

આ પ્રોજેક્ટ અંગે વધુ જાણકારી મળી નથી પણ મળતા અહેવાલો મુજબ આ ફિલ્મ માટે અજય દેવગણ સાથે સર્જક વાત કરી રહ્યા છે. જો આ ફિલ્મમાં અજય દેવગણ કામ કરશે તો વીસ વરસ બાદ આ પહેલો અવસર હશે જેમાં અજય અને સંજય લીલા ભણશાળી સાથે કામ કરશે. આ અગાઉ બંનેએ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય પણ હતા.

આ અગાઉ એવી ચર્ચા ચાલી રહી હતી કે રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ફરી એક વાર ભણશાળીની ફિલ્મમાં સાથે જોવા મળશે. એનું કારણ, બંને ફિલ્મ મેકરની ઑફિસ પાસે અનેકવાર દેખાયા હતા. બંને કલાકાર અગાઉ ભણશાળીની રામલીલા અને પદ્માવતમાં સાથે જોવા મળ્યા હતા.

સંજય લીલા ભણશાળી હાલ તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને કારણે ચર્ચામાં છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ હુસેન ઝૈદીની નોવેલ માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના એક ચેપ્ટર પર આધારિત છે. ફિલમમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here