વિવેક ઓબેરૉય અને અભિષેક બચ્ચેન વચ્ચેનો અણબનાવ જગપ્રસિદ્ધ છે. કારણ, વિવેક ઓબેરૉય અને ઐશ્વર્યા રાય વચ્ચે સુવાળા સંબંધો હતા.  આજે ઐશ્વર્યા અભિષેકની પત્ની અને એક પુત્રીની માતા છે. અભિષેક-વિવેક હંમેશ એક બીજાની સામે આવવાનું ટાળતા આવ્યા છે ત્યારે બંનેનો એક મજેદાર ફોટો જોવા મળ્યો.

હકીકતમાં તાજેતરમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગૉલ્ડ મેડાલિસ્ટ પીવી સિંધુ માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં બૉલિવુડના અનેક કલાકારો પણ જોવા મળ્યા. જેમાં અભિષેક પિતા અમિતાભ સાથે જોવા મળ્યો. તો વિવેક ઓબેરૉય પણ પરિવાર સાથે ઇવેન્ટમાં પહોંચ્યો હતો. બંને પરિવારોએ વાતચીત કરી અને ત્યાં વિવેક-અભિષેકે પણ એકબીજાને સ્મિત આપ્યું, વાતો કરી અને એક બીજાને ભેટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here