ઈન્ડિયન આઈડલ-11નો તાજ સની હિન્દુસ્તાનીના શિરે આવ્યો હતો. ટોપ-5 સિંગર વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો અને તેમાં સની હિન્દુસ્તાનીએ બાજી મારી લીધી હતી. સનીને 25 લાખ રૂપિયા ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા અને ટી સિરીઝની ફિલ્મમાં સિંગીંગ કરવાનો મોકો આપવામાં આવશે.

ફર્સ્ટ અને સેકન્ડ રનર્સઅપને પાંચ-પાંચ લાખ રૂપિયા મળ્યા હતા જ્યારે ફોર્થ રનર્સઅપને ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ટોપ-5માં સની હિન્દુસ્તાની ઉપરાંત રોહિત રાઉત, અંકોના મખર્જી અને રિધમ કલ્યાણ વચ્ચે જબદસ્ત ફાઈટ થઈ હતી. સુરોનો આ મુકાબલો ભારે રોમાંચક રહ્યો હતો. ઈન્ડિયન આઈડલ-11ના જજ તરીકે વિશાલ દદલાની, હિમેશ રેશમીયા અને નેહા કક્કડ રહ્યા હતા. શરૂઆતમાં અનુ મલિક પણ જજ તરીકે આવ્યા હતા. પણ મી ટૂના વિવાદના કારણે અનુ મલિકને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

સની હિન્દુસ્તાની પંજાબના ભટીંડાનો વતની છે અને રેલવે સ્ટેશન પર બૂટ પોલીશ કરતાં કરતાં તેણે ગીતો ગાયા અને ગીતો શીખ્યા. ખાસ કરીને નુસરત ફતેહ અલી ખાન અને રાહત ફતેહ અલી ખાનના ગીતો ગાઈને નામના મેળવી છે. ગ્રાન્ડ ફિનાલેમાં અનેક ભાવુક અને લાગણીભીની પળો આવી હતી.

ઈન્ડિયન આઈડલ સિઝન-10માં પણ ગરીબ કુટુંબમાંથી આવતા સલમાન અલી વિજેતા બન્યો હતો. આ વખતે પણ ઈન્ડિયન આઈડલમાં ગરીબ કુટુંબમાંથી આવતો સની હિન્દુસ્તાની વિજેતા બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here