એ વાતમાં કોઈ બેમત નથી કે રિશી કપૂર અને નીતુ સિંહ બૉલિવુડના સૌથી લાડીલા કપલ્સમાંનું એક છે. બંનેના ફેન ફોલોઇંગ મોટી સંખ્યામાં છે. તેમની લવ સ્ટોરી ઘણા પ્રેમી પંખીડાઓ માટે પ્રેરણાત્મક કહી શકાય.

1975માં શરૂ થયેલો રોમાન્સ આજે પણ તરોતાજા છે. આજે એટલે કે 22 જાન્યુઆરીએ તેમની 40મી મેરેજ એનિવર્સરી છે. આટલા વરસોમાં બંનેએ જીવનમાં અનેક ઉતારચઢાવ જોયા. એમાંય થોડા મહિના અગાઉ રિશીને કેન્સરનું નિદાન થયું ત્યારે નીતુ પતિની પડખે અડીખમ થઈ ઊભી હતી.

રિશી સાજો થયો એમાં નીતુનો મોરલ સપોર્ટનો ફાળો મોટો છે. દરમ્યાન તેમની મેરેજ એનિવર્સરીના અવસરે તેમની પુત્રી રિદ્ધિમાએ ઇન્સ્ટાગ્રામ પર અમુક ફોટોગ્રાફ શેર કરી એક અલગ અંદાજમાં શુભેચ્છા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here