ઇન્દ્રકુમારની ટોટલ ધમાલમાં 26 વરસ બાદ તેજાબી જોડી અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સાથે આવી રહ્યા છે. સ્ક્રીન પર ગજબની કેમિસ્ટ્રી ધરાવતા બંને કલાકાર આ ફિલ્મમાં કંઇક અલગ અંદાજમાં જોવા મળશે.

અગાઉ ક્યારેય જોયા નહીં હોય એવા સાહસો અનિલ-માધુરીની જોડી ટોટલ ધમાલમાં કરતા જોવા મળશે. જેમ કે ફિલ્મના એક સીનમાં ખાઈ પરના તૂટેલા લાકડાના પૂલ પર ડ્રાઇવ કરતા નજરે પડે છે.

ઇન્દ્રકુમાર કહે છે કે, અનિલ અને માધુરી સામાન્યપણે આવા સ્ટંટ કરતા નથી પણ મેં તેમને 300 ફૂટની ઉંચાઈ પર આવેલા પૂલ પર ડ્રાઇવ કરવા પ્રેર્યા. આ સીન જ એવો હતો જેમાં મારે ડુપ્લિકેટનો ઉપયોગ કરવા નહોતો. લાકડાના પૂલ પરથી પસાર થઈ બંનેએ ધોધમાં ઉડી મારવાની હતી અને તેમની સાથે કાર પણ ખાઈમાં પડે છે. આ સીન મારે વાઇડમાં ફિલ્માવવો હતો. આ એવો સીન હતો કે મને કુદવાનું કહે તો હું ના પાડી દઉં. પરંતુ બંને કલાકારોએ ગજબની હિંમત દાખવી અને દૃશ્ય ભજવ્યું. કોઈ પણ દૃશ્યને અસરકારક બનાવવા થોડું સાહસ દાખવવું જરૂરી હોય છે. બંને કલાકારોએ એ દાખવ્યું અને દર્શકો એનું અદભુત પરિણામ પરદા પર જોઈ શકશે.

22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ટોટલ ધમાલના નિર્માતા છે ફોક્સ સ્ટાર સ્ટુડિયો, અજય દેવગણ ફિલ્મ્સ, અશોક ઠાકરિયા, ઇન્દ્રકુમાર અને આનંદ પંડિત.