નેશનલ ઍવોર્ડની જ્યુરીએ હેલ્લારોને બેસ્ટ ફિલ્મ જાહેર કરી એના પર હવે દર્શકોની મંજૂરીની મહોર લાગી છે. કારણ, માત્ર ગુજરાતના જ નહીં, મુંબઈ સહિત ફિલ્મ જ્યાં રિલીઝ થઈ છે ત્યાંના દર્શકોએ એને ઉમળકાભેર વધાવી છે. એવું નથી કે નેશનલ ઍવોર્ડ મળ્યો એટલે લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે. આ એક કારણ હોઈ શકે, પણ લોકોનો ધસારો માઉથ પબ્લિસિટીને કારણે થઈ રહ્યો છે. ગામડાથી લઈ મહાનગરમાં વસનારા ગુજરાતીઓ પણ એકબીજાને પૂછી રહ્યા છે હેલ્લારો જોઈ? એક વાર તો જોવા જેવી ફિલ્મ છે. લોકોને હકીકતમાં ફિલ્મ ગમી છે એનો પુરાવો બૉક્સ ઑફિસના આંકડા પણ ગણી શકાય. હેલ્લારો ગુજરાતની કદાચ પહેલી ફિલ્મ હશે જેણે પહેલા જ વીક ઍન્ડમાં બે કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોય.

જો દર્શકોનો આવો જ ધસારો રહ્યો તો શGય છે કે હેલ્લારો ગુજરાતીની પહેલી ફિલ્મ હશે જેણે સો કરોડની ક્લબમાં એન્ટ્રી  મેળવી હોય. ટ્રેડ પંડિતોના હિસાબે જે રીતે દર્શકો ફિલ્મ જોવા ધસારો કરી રહ્યા છે એ જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ આસાનીથી સો કરોડના આંકડાને આંબી જશે.

હેલ્લારોની જેમ મરાઠી ફિલ્મ સૈરાટને પણ દર્શકોનો આવો જ પ્રતિસાદ મળ્યો હતો અને એ સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરનાર મરાઠીની પહેલી ફિલ્મ બનવાનું બહુમાન મેળવી ગઈ હતી. હેલ્લારો માત્ર મોટી વયના દર્શકોને જ પસંદ પડી છે એવું નથી. કૉલેજિયનોથી લઈ દાદા-દાદી, નાના-નાની પણ ફિલ્મના દીવાના થયા છે. અને ખાસ વાત તો એ છે કે આજે હેલ્લારો ટૉક ઑફ ધ ગુજ્જુઝ બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here