2000માં આવેલી રાકેશ રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મથી રિતિક રોશન અને અમીષા પટેલે બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલા રિતિક અને અમીષા આપ મુઝે અચ્છે લગને લગેમાં સાથે આવ્યા પણ દર્શકોને તેમની કેમિસ્ટ્રી પસંદ પડી નહોતી.

 

ખેર, દર્શકો તો ફરી આ બંને સ્ટાર સાથે આવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા પણ અફસોસની વાત કે બંને વરસો સુધી સાથે દેખાયા નહીં. પણ એક ઇવેન્ટમાં બંને સાથે દેખાયા, મળ્યા ભેટ્યા અને લાંબો સમય વાતો પણ કરી. જોકે આ પ્રસંગ હતો વિક્રમ ફડનીસની આગામી ફિલ્મના લૉન્ચિંગનો.

અમીષાની વાત કરીએ તો એ છેલ્લે સની દેઓલની ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં દેખાઈ હતી તો રિતિક કાબિલમાં નજરે પડ્યો હતો. ઉપરાંત રિતિક સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આગામી ફિલ્મ સુપર-30માં નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here