રેવિંગ્સ ઇ ડી યુ પ્રાઇવેટ લિમિટેડના રાજ કુશવાહા અને દિગ્દર્શક વિશાલ મિશ્રાએ તેમની ફિલ્મ મરૂધર એક્સપ્રેસનું પોસ્ટર અને ટ્રેલર ફિલ્મના કલાકાર-કસબીઓ તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં લૉન્ચ કર્યું હતું. તારા અલીશા બેરી, સાઉથની હીરોઇન પ્રિયા સિંહ, વિવાન શાહ, સંગીતકાર જીત ગાંગુલી, સિંગર યાસીન, આકાંક્ષા શર્મા અને અશીષ કૌર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પૂરી ફિલ્મનું શૂટિંગ કાનપુરમાં કરવામાં આવ્યું છે. કુણાલ રૉય કપૂર અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ઇવેન્ટમાં આવી શક્યો નહોતો. ફિલ્મનું મ્યુઝિક ઝી મ્યુઝિક કંપની દ્વારા રિલીઝ કરાયું છે.