ભૂષણ કુમારની ટી-સિરીઝ અને વિક્રમ મલ્હોત્રાની કંપની અબૂદાંતિયા
એન્ટરટેઇન્મેન્ટ હૉલિવુડની ફિલ્મ બિગિન અગેનની હિન્દી રીમેક બનાવવા માંગે
છે. બિગિન અગેનમાં કાઇરા નાઇટ્લી અને માર્ક રૂફેલો મુખ્ય ભૂમિકામાં હતા.
કાઇરાએ ફિલ્મમાં ગાયિકા અને ગીતકારની ભૂમિકા ભજવી છે તો રૂફેલો સંઘર્ષ કરી
રહેલા રેકોર્ડ લેબલ એક્ઝિક્યુટિવનું પાત્ર ભજવ્યું છે. 2013માં આવેલી બિગિન

અગેન મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ હતી.
ટી-સિરીઝ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે બિગિન અગેન પર
આધારિત હિન્દી ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઘોષ કરશે. તો અરશદ સઈદ ભારતીય
પ્રેક્ષકોને ધ્યાનમાં રાખી હિન્દી વર્ઝન લખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here