હલકી-ફુલકી કૉમેડી જીજાજી છત પર હૈમાં આવતી મજેદાર ઘટનાઓને કારણે દર્શકો ટીવી સ્ક્રીન સામેથી હટવાનું નામ લેતા નથી. સબ ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલમાં ડ્રામા અને કૉમેડીનું જબરજસ્ત કોકટેલ ઓર મજેદાર બનાવવા એક નવા કેરેક્ટર લોટે (રાજીવ પાંડેય)ની એન્ટ્રી કરાવવામાં આવી છે જે છોટે (યોગેશ ત્રિપાઠી)નો ભાઈ છે.

લોટે એક માલિશવાળો છે જે એક નંબરનો આળસુ છે અને એને કામ કરવાનો કંટાળો આવતો હોય છે. એ જ્યારે એના ભાઈ છોટેને ત્યાં રહેવા આવે છે જે સલૂન ચલાવે છે. એની વાત ચાંદની ચોકના લોકો સાથ થાય છે અને એ ત્યાં જ એમનું મસાજ કરે છે. કામમાં પાવરધો ન હોવા છતાં મુરારી છોટે સાથેના સંબંધને કારણે એને સહન કરે છે. જોકે કોઈને એ વાતનો અંદાજો નથી કે એની નજર પંચમ (નિખિલ ખુરાના)ની નોકરી પર છે અને એને મુરારીની દુકાનમાં સેલ્સમેન બનવું છે.

પંચમની નોકરીની પાછળ લોટે પડ્યા બાદ કેવા ટ્વિસ્ટ આવશે એ નક્કી દર્શકોને ભરપુર મનોરંજન પૂરૂં પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here