રોહિત શેટ્ટી એમની ઍક્શન ફિલ્મોને કારણે વિખ્યાત છે. અજય દેવગણથી લઈ રણવીર સિંહ સુધી રોહિત શેટ્ટીએ બૉલિવુડને સિંઘમ અને સિંબા પાવર સાથે મેળવ્યા. રોહિત કેમ્પમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે આ ગ્રુપમાં દબંગ ખાનની એન્ટ્રી થવાની છે. મીડિયાના અહેવાલોને સાચા માનીએ તો રોહિત શેટ્ટી તેમની આગામી ફિલ્મ માટે સલમાન ખાનને સાઇન કરવાના છે.

મળતા અહેવાલ મુજબ ટાઇટલ વગરની આ ફિલ્મનો પહેલો સ્લોટ આ વરસના અંતમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ પણ એક પોલીસ ડ્રામા હશે. રોહિત શેટ્ટી અને સાજિદ નડિયાદવાલા આ ફિલ્મ અંગે એકાદ-બે મીટિંગ પણ કરી ચુક્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મ માટે બંનેની પહેલી પસંદ સલમાન ખાન છે.
રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશી પણ એક પોલીસ ડ્રામા છે. સિંઘમ અને સિંબા બાદ રોહિત ફરી એક વાર સૂર્યવંશી લઈને ચાહકો સમક્ષ આવી રહ્યા છે. આ ફિલ્મમાં રોહિતે અક્ષયકુમારને સાઇન કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here