એકતા કપૂરની સિરીઝ હોય એટલે એમાં શું હશે એ જાણવાની આતુરતા દર્શકોને રહેવાની જ. એમાં વેલેન્ટાઇન ડેના એક સાથે બે અલગ વિષયો ધરાવતી સિરીઝ રિલીઝ કરીને એકતાએ ધાબો બોલાવી દીધો. આ અંગે એકતા જણાવે છે કે, હકીકતમાં બંને શોના ઑડિયન્સ અલગ છે, બંને સિરીઝ અલગ જૉનરની છે અને અમને ડબલ ટ્રાફિક મળવાની અપેક્ષા છે.

એકતાને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલી સ્ટારકાસ્ટ ભેગી કરવામાં ઘણી તકલીફ પડી હશેના જવાબમાં નિર્માત્રીએ કહ્યું કે, બધા કલાકારોને ભેગા કરતા અમને 70 દિવાસ લાગ્યા એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કેઅમારી હાલત કેવી થઈ હશે. પણ એક સાથે આટલા સશક્ત કલાકારો સાથે હોવા એ પણ મજાની વાત છે.
શઓમાં તેમારૂં ઇન્વોલ્વમેન્ટ કેટલું પૂછતા એકતા કહે છે કે, હકીકતમા પંચ બીટ ક્યા એજ ગ્રુપ માટે છે એ હું સમજી શકી નહોતી એટલે મેં બધું વિકાસ ગુપ્તા પર છોડી દીધું હતું અને એણે ઘણી સારી રીતે એમનું કામ કર્યું છે. જ્યારે કાહને કો હમસફર હૈ-2 સાથે સંકળાયેલી હતી પણ એટલા માટે કે કન્ટેન્ટ રિપીટ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે સિરીઝની શરૂઆતમાં હું સંકળાયેલી હતી અને હવે પાર્ટીમાં.
પંચ બીટને આટલી ભવ્યતાથી બનાવાઈ છે તો એને સિરીઝને બદલે ફિલ્મ બનાવાઈ હોત તો? પ્રશ્નના જવાબમાં બાલાજીની સુપ્રીમો એકતાએ વિકાસ તરફ આંગળી ચીંધતા જણાવ્યું કે, આ લોકો ઘણા મહત્ત્વાકાંક્ષી છે. બીજું, દરેક નિર્માતા જેમની સાથે મેં કામ કર્યું છે એ બધાને તેમના કન્ટેન્ટને ભવ્યતાથી જ બનાવવું હોય છે. અમે હંમેશ દર્શકોને રિસ્પેક્ટ આપીએ છીએ અને તેમને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. એ સાથે પૈસા વસુલને બદલે દર્શકોને ખર્ચેલો સમય વસુલ થયો એવું લાગવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here