જાણીતા અભિનેતા વિક્રાંત આનંદ જેમણે અનેક હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે, તેમને તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત એક ઍવોર્ડ ફંક્શનમાં પીસ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિક્રાંત માટે ગર્વની વાત એ હતી કે કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહના હસ્તે આ ઍવોર્ડ અપાયો હતો. વિક્રાંતની તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટનો અભિનય દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો.

વિક્રાંત અભિનય ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વિક્રાંતે ઍવોર્ડ લીધા બાદ જણાવ્યું હતું કે આ સન્માન આપનારાઓનો આભાર માનું છું. એ સાથે વિક્રાંતે જણાવ્યું કે મને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાનો મોકો મળ્યો હતો.

વિક્રાંતે તાજેતરમાં બે હિન્દી ફિલ્મો સાઇન કરી છે જેનું શૂટિંગ મે મહિનામાં મુંબઈમાં થશે.