વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ હસ્તીઓ વડાપ્રધાનને મળ્યા હતા. એમાં કૉમેડિયન કપિલ શર્મા પણ હાજર રહ્યા હતા. કૉમેડી કિંગે વડાપ્રધાન સાથેનો એનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ટ્વીટર પર ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, આપને મળી આનંદ થચો. એ સાથે દેશ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રગતિ અંગેના આપના વિચારોની જાણકારી મળી. હું એ કહેવા માંગું છું કે આપની પાસે પણ ગજબની સેન્સ ઑફ હ્યુમર છે.

ટીવી ઇન્ડસ્ટ્રીના ચમકતા સિતારા કપિલ શર્માએ અપલોડ કરેલા ફોટામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી પણ દેખાય છે.
ટેલિવુડ ક્વીન એકતા કપૂરે પણ એના પિતા અને વીતેલા જમાનાના મશહૂર અભિનેતા જિતેન્દ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. એણે લખ્યું, મારા પિતા માનનીય વડાપ્રધાનના મોટા પ્રશંસક છે… અને આજે તેમણે એમની મુલાકાત લીધી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર (19 જાન્યુઆરી 2019)ના મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાનું ઉદઘાટન કર્યું એ સમયે ફિલ્મી હસ્તિઓને સંબોધતા કહ્યું હતું કે, ફિલ્મો અને સમાજ એક બીજાનું પ્રતિબિંબ છે અને સિનેમાની જેમ ભારત પણ સમય સાથે બદલાઈ રહ્યો છે.
ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકનો ડાયલોગ થી કરી. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પૂછ્યું- હાઉ ઇઝ ધ જોશ? તો તુરંત જવાબ મળ્યો હાઈ સર. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં આ નારો સેનાના જવાનોમાં જોશ ભરવા માટે વપરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here