સત્યમેવ જયતે હોય  કે પોખરણ, તમામ ફિલ્મોમાં જૉન અબ્રાહમ દેશ માટે જાન જોખમમાં મુકી લડતો હોય છે. એની આગામી ફિલ્મના પોસ્ટર જૉન ઘણા સમયથી રિલીઝ કરી રહ્યો છે પણ આજે (સોમવારે) ફિલ્મનું ટીઝર પણ લૉન્ચ કર્યું હતું.

જુહુસ્થિત પીવીઆર થિયેટરમાં યોજાયેલી ઇવેન્ટમાં 2.46 મિનિટનું ટ્રેલર લૉન્ચ કરાયું જેમાં જૉનનો જબરજસ્ત અંદાજ જોવા મળે છે. આજે દર્શાવાયેલા ટ્રેલરમાં સપષ્ટ થાય છે કે જૉન ભારતની ખુફિયા એજન્સી રૉનો એજન્ટ છે જે દેશના દુશ્મનોને ખતમ કરવા જાનની બાજી લગાવી દે છે.

ફિલ્મના ટ્રેલરને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રિલીઝ કરતા જૉને કેપ્શનમાં લખ્યું હતું કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ – આપણા રાષ્ટ્રના દુશ્મનોથી રક્ષા કરવી એ જ એનો ધર્મ છે.

ગૉલ્ડ ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરનાર મૌની રૉય પણ ફિલ્મમાં લીડ રોલમાં નજરે પડશે. જૉન અને મૌની ઉપરાંત ફિલ્મમાં જકી શ્રોફની પણ મહત્ત્વની ભૂમિકા છે. રૉબી અગ્રવાલ દિગ્દર્શિત ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here