સંગીત તન-મનને પ્રફુલ્લિત કરવાની જાદુઈ શક્તિ ધરાવે છે. અને રૉલ સ્ટેગ બેરલ અને એમટીવીનો મંચ સંગીત પ્રેમીઓને છેલ્લા સાત વરસથી પ્રભાવિત કરી રહેલા શો અનપ્લગ્ડની આઠમી સીઝન માટે તૈયાર છે. 26 જાન્યુઆરીએ રાત્ર 8 વાગ્યે શોની આઠમી સીઝનનો પ્રારંભ થશે. આ સીઝનમાં સોનુ નિગમ, દિલજીત દોસાંજ, ગુરૂ રંધાવા, રેખા ભારદ્વાજ, કક્કડ સિસ્ટર્સ, જોનિતા ગાંધી, અમિત મિશ્રા, ધ્વનિ ભાનુશાલી, ભુવન ભામ, અર્જુન કાંગો જેવા અનેક કલાકારો દર્શકોના દિલમાં જગ્યા બનાવવા આવી રહ્યા છે.

એમટીવીની આઠમી સીઝનના લૉન્ચિંગ પ્રસંગે વાયકૉમ 18 યુથ, મ્યુઝિક અને ઇંગ્લિશ એન્ટરટેઇન્મેન્ટના હેડ ફેરઝાદ પાલિઆએ જણાવ્યું કે છેલ્લી સાત સીઝનને મળેલી અપ્રતિમ સફળતાને પગલે આઠમી સીઝન માટે પણ એમટીવીએ રૉયલ સ્ટેગ બેરલ સિલેક્ટ સાથે ફરી સહયોગ કર્યો છે. છેલ્લી સાત સીઝનથી એમટીવી પ્લગ્ડમાં સંગીતના શુદ્ધ પ્રકારની રજૂ કરવાની સાથે શોની આગવી ઓળખ બનાવી છે. ગુરૂ રંધાવાના સ્ટ્રાઇપ ડાઉન એકોસ્ટિક પ્રકારથી રેખા ભારદ્વાજે આપેલા ગુલઝારને ટ્રિબ્યુટ આ શોને એક અલગ ઉંચાઈએ લઈ જશે.

આઠમી સીઝનની થીમ છે યુનિક એક્ટ. જેમાં દરેક કલાકાર જેમણે અગાઉ કદી કર્યું ન હોય એવો સેટ તૈયાર કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here