બોહેમિયમરાપસૉડી (2018)માં ભજવેલી ફ્રેડી મર્ક્યુરીની ભૂમિકા માટે ઓસ્કાર ઍવોર્ડ મેળવનાર અભિનેતા રામી મલેક જેમ્સ બૉન્ડની આગામી ફ્રેન્ચાઇઝીમાં એન્ટાગોનિસ્ટની ભૂમિકા ભજવે એવી પૂરી શક્યત છે. મળતા અહેવાલ મુજબ અભિનેતા અને પ્રોડક્શન હાઉસ વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં છે.

ક્રિએટિવ ડિફરન્સીસના મુદ્દે દિગ્દર્શક ડેની બૉયલે ફિલ્મને રામ રામ કર્યા બાદ ડિરેક્ટર કેરી જોજી ફુકુનાગાની એન્ટ્રી થઈ છે.

જેમ્સ બૉન્ડની આગામી ફિલ્મની વિલનની ભૂમિકા માટે રામીના નામની વિચારણા થઈ હતી. હાલ રામી મિસ્ટર રોબોમાં ભૂમિકા ભજવી રહ્યો છે જેનું શૂટિંગ માર્ચથી જુલાઈ સુધી ચાલશે. દરમ્યાન, મલેકની ટીમ તારીખોનું સેટિંગ કરવામાં વ્યસ્ત છે.

વિશ્વવિખ્યાત બ્રિટિશ જાસૂસ જેમ્સ બૉન્ડ શ્રેણીની કદાચ છેલ્લી અને ડેનિયલ ક્રેગને બૉન્ તરીકે ચમકાવતી પાંચમી ફિલ્મનું ટાઇટલ હજુ ફાઇનલ થયું નથી. ફિલ્મમાં ડેનિયલ ક્રેગ ઉપરાંત રાલ્ફ ફિન્સ, નાઓમી હૅરિસ અને બૅન વ્હીસો પણ કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here