રાધાકૃષ્ણની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. રાધા અને કૃષ્ણ વચ્ચેના શાશ્વત અને નિસ્વાર્થ પ્રેમને દર્શાવાયો છે. હાલ ચાલી રહેલા ટ્રેકમાં રાધા ઇર્ષ્યાની આગમાં બળી રહી છે.

હવે, અપકમિંગ ટ્રેકમાં અમુક નવા પાત્રો જોવા મળશે. એમાનું એક પાત્ર છે ચંદ્રાવલી. આ ભૂમિકા ખૂબસૂરત અભિનેત્રી પ્રીતિ વર્મા ભજવશે. એ પહેલીવાર કોઈ પૌરાણિક સિરિયલમાં કામ કરી રહી છે.

સોમવારથી શનિવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થઈ રહેલા રાધાકૃષ્ણ શોની પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટમાં સામેલ પ્રીતિનું પાત્ર પણ ઘણું અગત્યનું છે. પોતાના પાત્ર વિશે જણાવતા પ્રીતિ કહે છે કે, હું રાધાની પિત્રાઈ બહેન ચંદ્રાવલી તરીકે દેખાઈશ જે પોતાના પરિવાર સાથે હોળી મનાવવા બરસાના આવી છે. પ્રીતિ વધુમાં કહે છે કે, રાધાકૃષ્ણ જેવા શોનો હિસ્સો બની શકી એ વાત ઘણી રોમાંચક છે. હવે હું મારા પ્રશંસકો અને મિત્રોના પ્રતિભાવની રાહ જોઈ રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here