બૉલિવુડના આઇકોનિક પ્રોડક્શન હાઉસ રાજશ્રી પ્રોડક્શનના એક પિલર સમા ડિરેક્ટર રાજકુમાર બડજાત્યાની પ્રાર્થના સભા સહારા સ્ટાર હોટેલમાં યોજાઈ હતી. રાજ બાબુના હુલામણા નામે ઓળખાતા રાજકુમાર બડજાત્યાની પ્રાર્થના સભામાં સલમાન ખાન, માધુરી દીક્ષિત, તબુ, અમ્રિતા રાવ, સ્વરા ભાસ્કર, સોનુ સૂદ, નીલ નિતિન મુકેશ, રમેશ સિપ્પી, રમેશ તૌરાની, રણધીર કપૂર, હિમેશ રેશમિયા, મુકેશ ખન્ના, ફરિદા જલાલ, ઉદિત નારાયણ, પ્રેમ ચોપરા, કિરણ શાંતારામ સહિત અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી.