ભારતમાં જે ઝડપે ડિજિટલ માર્કેટન પોપ્યુલારિટી વધી રહી છે એ જોતા એવું લાગે છે કે હવે પછીની જનરેશનની મનોરંજનની દુનિયા તેમની મુઠ્ઠીમાં હશે.વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પૂરી પાડતા નેટફ્લિક્સ, ઍમેઝોન પ્રાઇમ, અલ્ટ બાલાજી, ઝી 5, સોની લિવ પર આવતી વેબ સિરીઝની પોપ્યુલારિટી જઇને આશ્ચર્ય પામી જવાય છે. આ કંપનીઓ પણ તેમની વેબ સિરીઝનું પ્રમોશન કોઈ બિગ બજેટની ફિલ્મોને પણ ઝાંખું પાડે એવું હોય છે. ફાઇવ સ્ટાર હોટેલમાં લૉન્ચિંગ પાર્ટી, ટીવી-ન્યુઝ પેપરમાં જાહેરાતો અને હોર્ડિંગની ભરમાર સહિતના અનેક ફંડા અપનાવાતા હોય છે.

તાજેતરમાં રિલીઝ કરાયેલી ઍમેઝોન પ્રાઇમની વેબ-સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ! આજના જમાનાની મોડર્ન-અર્બન એવી ચાર યુવતીઓની વાત લઈને આવી છે. સ્ટોરીમાં વેબ-સિરીઝને પોપ્યુલર કરવાનો તમામ મસાલો ભરવામાં આવ્યો છે. સિરીઝમાં લવ છે, બ્રેકઅપ છે, આલ્કોહોલ છે, સેક્સ છે અને એમાં સામાજિક પ્રશ્નોને પણ વણી લેવાયા છે. જોકે આ સિરીઝ એવા લોકોને નહીં ગમે જેઓ હજુ પણ ભારતીય પરંપરામાં થોડોઘણો વિશ્વાસ ધરાવતા હોય.
વેબ-સિરીઝમાં દામિની (સયાની ગુપ્તા) ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ છે પબ્લિકેશન માટે દિવસ-રાત મહેનત કરતી હોવા છતાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સ એક નવી એડિટર-ઇન-ચીફને અપોઇન્ટ કરે છે. તો અંજના (કીર્તિ કુલ્હારી) દીકરીના જન્મ બાદ પોતાની જરૂરિયાતો ભૂલી પુત્રીને પ્રાધાન્ય આપતી સેક્સ ડિપ્રાઇવ્ડ મહિલાની ભૂમિકા ભજવે છે. જ્યારે સિદ્ધિ (માનવી ગાગ્રુ) ગુજરાતી યુવતીની ભૂમિકામાં છે જેની મમ્મીનું લક્ષ્ય છે પુત્રીનાં કોઈ અમીર ખાનદાનના નબીરા સાથે લગ્ન કરાવવાનું. અને ઉમંગ (બાની જે) પંજાબથી મુંબઈ આવેલી બાયસેક્સુઅલ છોકરી છે પણ મોહમયી નગરીમાં મુક્તપણે વિહરી શકતી નથી.
હૉલિવુડની વેબ-સિરીઝ સેક્સ ઍન્ડ ધ સિટીની આછેરી ઝલક જેવી ફોર મોર શોટ્સ પ્લીઝ!માં ભલે મનોરંજનનો બધો મસાલો હોય, પણ વારંવાર જોવી ગમે એવું સોલિડ ફેક્ટર એનામાં લાગતું નથી. મુખ્ય પાત્રો ભજવતી ચારેય અભિનેત્રીના અભિયનમાં ખાસ ચાર્મ જોવા મળતો નથી. કદાચ દિગ્દર્શક દસ એપિસોડની આ સ્ટોરીને કેમ આગળ વધારવી એની ગડમથલમાં કલાકારો પાસે યોગ્ય કામ લઈ કરાવી શક્યા ન હોય એવું બની શકે.