પુરૂષો માટેની પ્રીમિયમ ફ્રેગરન્સ બ્રાન્ડ ડેવનરે તાજેતરમાં તેલુગુ સ્ટાર મહેશ બાબુને એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. મુંબઈ ખાતે આયોજિત ઇવેન્ટમાં મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ડેનવર એક એવી બ્રાન્ડ છે જે એના ઉત્કૃષ્ટ ઉત્પાદનોને કારણે વિખ્યાત છે. ફ્રેગરન્સની એમની નવી રેન્જ એવા પુરૂષો માટે શ્રેષ્ઠ છે જેઓ પોતાના દમ પર સફળતા હાંસલ કરવાની સાથે શ્રેષ્ઠ ચીજોથી જિંદગી માણે છે. દક્ષિણ ભારતમાં હું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડેનવરની વિકાસ યાત્રનો હિસ્સો બનવા ઉત્સાહિત છું.