ભારતમાં હોળી, દિવાળી, નવરાત્રિ જેવા કોઈ પણ તહેવાર ધામધૂમથી ઉજવાતા હોય છે. અને આ તહેવારોને બૉલિવુડનાં ગીતો ખાસ બનાવી દે છે. આવું જ કંઇક દેવાધિદેવ મહાદેવ અંગે પણ કહી શકાય. મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખી બૉલિવુડમાં પણ અનેક ગીતો બન્યા છે જે આ અવસરને ઓર ભક્તિમય બનાવે છે. ભલે આ ગીતો ખાસ શિવરાત્રિને ધ્યાનમા રાખી ન બનાવાયા હોય, પરંતુ આ ગીતોમાં પછી શિવજીની મહિમાનું વર્ણન હોય કે તેમના તાંડવને ગીત સ્વરૂપે દર્શાવવું હોય, આ બધાં ગીત સાંભળા તમારી શિવજી પ્રત્યેની સ્થામાં વધારો કરી દેશે. 4 માર્ચે મહાશિવરાત્રિ છે ત્યારે ચાલો યાદ કરીએ શિવજીની મહિમા સંભળાવતા બૉલિવુડના લોકપ્રિય ગીતો.

જય હો શિવ શંકરા (કેદારનાથ)

2018માં વેલી સુશાત સિંહ રાજપુત અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મનું ગીત ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીતમાં કેદારનાથની ખૂબસૂરત વાદિયોંને જે રીતે દર્શાવી છે એ જોઈ આપનું મન પણ ભગવાન શિવના આ દરબારમાં જવા તૈયાર થી જશે. અરિજિત સિંહના અવાજમાં ગવાયેલાં આ ગીતમાં ભગવાન શિવની મહિમાનું વર્ણન કરાયું છે.

 બોલો હર હર (શિવાય)

2016માં વેલી અજય દેવગણની ફિલ્મ શિવાયનું આ ગીત ભગવાન શિવના તાંડવને દર્શાવે છે. સંગીતકાર મિથુનની ધૂન ધરાવતાં આ ગીતને સંદીપ શ્રીવાસ્તવે લખ્યું છે. સુખવિન્દર સિંહ, બાદશાહ, મોહિત ચૌહાણ અને મેધા શ્રીરામ ડાલ્ટન જેવા ગાયકોએ તેમનો અવાજ આપ્યો છે. આ ગીતમાં તમને આધ્યાત્મિક અનુભવ થવાની સાથે એના દમદાર મ્યુઝિકને કારણે પાર્ટી સોંગની પણ ફીલિંગ આવશે.

કૌન હૈ કૌન હૈ વો (બાહુબલીઃ ધ બિગિનિંગ)

2015માં આવેલી આ ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોય કે બૉલિવુડની, દરેક ભાષામાં એ સુપરહિટ થઈ હતી. પરંતુ આ ફિલ્મનું શિવને સમર્પિત ગીત પણ ઘણું લોકપ્રિય થયું હતું. કૈલાશ ખેરે ગાયેલાં આગીતનું સંગીત દર્શકોને આધ્યાત્મિકતા સાથે જોડવાનું કામ કરે છે.

શિવજી સત્ય હૈ (અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં)

2004માં આવેલી અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને બૉબી દેઓલ અભિનીત આ ફિલ્મનું ગીત લખ્યું હતું સમીરે. સોનુ નિગમ, કુણાલ ગાંજાવાલા અને સુખવિંદર સિહે ગાયેલાં ગીતમાં ભગવાન શિવની મહિમા અને કૃપાનું વર્ણન કરવામાં વ્યું છે. એ સાથે આ ગીત દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે ભગવાન શિવ દરેક જગ્યાએ સાક્ષાત હોય છે.

ભોલે ઓ ભોલે (યારાના)

1981માં વેલી મિતાભ બચ્ચનની ફિલ્મ યારાનાનાં  ગીતને ગાયું હતું કિશોરકુમારે. રાજેશ રોશનના સંગીતથી મઢેલાં આ ગીતમાં અમિતાભ બચ્ચન પોતાના રિસાયેલા મિત્રને મનાવવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. આટલા વરસો પછી પણ આ મધુર ગીતની લોકપ્રિયતામાં ઓટ આવી નથી.

સત્યમ શિવમ સુંદરમ (સત્યમ શિવમ સુંદરમ)

1978માં ઝીનત અમાન અને શશી કપૂરની ફિલ્મનું  ગીત જે પણ શ્રોતાઓનું માનીતું છે. ભગવાન શિવજીનો તહેવાર હોય અને આ ગીત સાંભળવા ન મળે એવું ભાગ્યે જ બને. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને લતા મંગેશકરના અવાજથી સજેલું ગીત જે ખૂબસૂરતી અને સાદગીથી રાજ કપૂરે ફિલ્માવ્યું છે એ ચોક્કસ તમારૂં દિલ જીતી લેશે.

જય જય શિવ શંકર (આપ કી કસમ)

1974માં આવેલી રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમનું કાશ્મીરના ગુલમર્ગમાં ફિલ્માવાયેલાં આ ગીત ની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે 1974માં આ ગીત રિલીઝ થવાની સાથે જ બિનાકા ગીતમાલાના એન્યુઅલ લિસ્ટમાં બીજા ક્રમાંક પર સ્થાન મેળવવામાં કામિયાબ રહ્યું હતું. લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયેલાં ગીતને સંગીતથી મઢ્યું હતું આર. ડી. બર્મને.

આતે હી કાશી સે હો કર (કૈલાશપતિ)

1962માં આવેલી આ ફિલ્મને અવાજ આપ્યો હતો મશહૂર ગાયક મહેન્દ્ર કપૂરે. તો સંગીત આપ્યું હતું આપણા ગુજરાતના પણ બૉલિવુડમાં પણ ખ્યાતિ ધરાવતા અવિનાશ વ્યાસે. ગીતકાર મદન ભારતીએ લખેલાં આ ગીતને સાંભળી તમે પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જશો.

જય હો જય કૈલાશપતિ (કૈલાશપતિ)

આ ગીત પણ 1962માં આવેલી ફિલ્મ કૈલાશપતિનું છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવે છે કે ફિલ્મ મહાદેવની મહિમા દર્શાવતી હશે. અને ફિલ્મમાં શિવજી પર ગીત હોય એમાં કોઈ નવી નથી.શિવજીની મહિમાના વર્ણન કરતું  ગીત પણ મદન ભારતીએ લખ્યું છે અને મહેન્દ્ર કપૂરે એ ગાયું છે.

ઓ શિવજી બિહાને ચલે પાલકી સજાય કે (મુનીમજી)

1955માં વેલી દેવ નંદ સ્ટારર આ ફિલ્મનું ગીત લખ્યું હતું શૈલેન્દ્ર સિંહે અને સંગીત આપ્યું હતું એસ. ડી. બર્મને. જ્યારે ગીત ગાયું હતું હેમંતકુમારે. આ ગીત ખાસ મહાશિવરાત્રિ માટે જ બનાવાયું હતું. આ ગીતમાં શિવ-પાર્વતીનાં લગ્ન અને ઉત્સવને ધામધૂમથી મનાવતા હોય એ રીતે ફિલ્માવાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here