જનમોજનમનો પ્રેમ, બદલો, ઇચ્છા અને વળગણ ધરાવતી ડાકણ મોહિનીની વાત કહેતી ઝી ટીવીની લોકપ્રિય સિરિયલ મનમોહિનીમાં એક રોમાંચક વળાંક આવી રહ્યો છે. શોમાં મજેદાર પાત્ર ખુબરજાની એન્ટ્રી થઈ રહી છે. આ મહત્ત્વનું કેરેક્ટર સીઝન અભિનેત્રી રૂપલ પટેલ ભજવી રહી છે.
રાજસ્થાનમં આવેલા બેરહનપુરની ખુબરજા શક્તિશાળી મહિલા છે. પોતાના પૂરા પરિવારની હત્યા કરનારી ખુબરજાને ગામમાંથી તડીપાર કરાઈ છે. મનમોહિનીના આગ્રહને કારણે એ સિસોદિયા મહેલમાં આવે છે. મહેલમાં સિયા (ગરિમા સિંઘ રાઠોડ)એ મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં વિઘ્નો નાખવા ખુબરજા મોહિનીના આગ્રહને વશ થઈ આવે છે. મોહિની ભૂરા જાદુની સાથે ખુબરજાની સહાય વડે એના પ્રેમને પામવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here