યારિયાં ઉપરાંત ટી-સિરીઝની ફિલ્મ સનમ રે અને ગ્રૅન્ડ મોશન પિક્ચરની ફિલ્મ સ્વિટી બેડ્સ એન.આર.આઈ.માં બહેતરીન અભિનય પ્રતિભા દાખવનાર અભિનેતા શ્રેયસ પોરસ પારડીવાલા ઝી-૫ની વેબ સિરીઝ અકોરીમાં નેગેટિવ કેરેક્ટર પણ ભજવી ચુક્યો છે.

હવે શ્રેયસ એની આગામી પેરોડી ફિલ્મ મોદીજી કી સક્સેસ પાર્ટીમાં સિનિયર પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનું પાત્ર ભજવી રહ્યો છે.

આ પાત્રને ન્યાયની સાથે કિરદારને વાસ્તવિક રૂપ આપવા શ્રેયસે અડવાણીની અનેક નાની વાતોને ધ્યાનમાં રાખી હતી. એટલું જ નહીં, અડવાણીના અનેક વિડિયો જોઈ પાત્ર આત્મસાત કરવાના પ્રયાસ કર્યા છે. ઉપરાંત શ્રેયસે અડવાણીની વાત કરવાની સ્ટાઇલ પણ એડોપ્ટ કરી છે.

ફિલ્મના પોતાના પાત્ર અંગે શ્રેયસ જણાવે છે કે આ કેરેક્ટર એની કરિયરનું અદભુત પાત્ર છે અને મને આશા છે કે લોકોને અમારી પરોડી પસંદ પડશે.

દિગ્દર્શક મોદીજી કી સક્સેસ પાર્ટીમાં દર્શાવાશે કે કેવી રીતે અડવાણીજી પાર્ટીમાં તેમને કોરાણે કરવાના અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપવાના નિર્ણયથી નારાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here