કેપ્ટન માર્વલ જે એમસીયુની પહેલી સ્ટેન્ડ-અલોન મહિલા ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે જે 2019માં રિલીઝ થઈ રહી છે. ત્યાર બાદ એવેન્જર્સઃએન્ડગેમ અને સ્પાઇડરમેનઃ ફાર ફ્રોમ હૉમ 2019ના ઉત્તરાર્ધમાં રિલીઝ થએશ. કેપ્ટન માર્વલ ઉર્ફ કેરોલ ડેનવર્સની ભૂમિકા એકેડેમી ઍવોર્ડ વિજેતા બ્રી લાર્સને ભજવી છે. ફિલ્મમાં નિક ફ્યુરીના પાત્રમાં સેમ્યુઅલ એલ. જેક્સન પણ દેખા દેશે. એવેન્જર્સ એન્ડગેમ થિયરીમાં વારંવાર એ દર્શાવવામાં આવ્યું છે કે કેપ્ટન માર્વલ હવે ફ્રેન્ચાઇઝીમાં મહત્ત્વપૂર્ણ પાત્ર બની જશે.

માર્વલની સૌથી શક્તિશાળી સુપર હીરો તરીકે સ્વીકારવામાં આવી છે. આ ફિલ્મ મટે બ્રી લાર્સને જબરજસ્ત મહેનત કરી છે. એમે પ્લેન ઉડાડવાની પણ તાલીમ લીધી. અનેક મુસીબતોનો સામનો કર્યો 2500 કિલોની જીપને પણ ધકેલી.

એમ જોવા જઇએ તો આપણી ભારતીય હીરોઇનો પણ આવી ટફ ભૂમિકા ભજવવામાં પાછી પાની નથી કરતી. તેમના ફેન ફોલોઇંગ પણ ઘમા છે અને હીરોની જેમ તેઓ ફિટ પણ રહે છે.

આમ છતાં ભારતમાં અત્યાર સુધી એક પણ મહિલા સુપરહીરો ફિલ્મ નથી બની. એટલે બૉલિવુડની ટોચની અભિનેત્રીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. અમને લાગે છે કે જો કેપ્ટન માર્વલ જેવી ફિલ્મ ક્યારેક ભારતમાં બનાવાય તોએમાંથી કઈ દેશી ગર્લ કેપ્ટન માર્વલની ભૂમિકાને ન્યાય આપી શકે.

તાપસી પન્નુ

પિન્ક, નામ શબાના અને મુલ્કની ભૂમિકાઓને કારણે ખ્યાતિ પામેલી તાપસી પન્નુ કેપ્ટન માર્વલની ભૂમિકા માટે કાસ્ટ કરવા સૌથી સારા વિકલ્પોમાંની એક છે. એનું ડોન્ડ શરીર સૌષ્ઠવ એને સુપર હીરો માટે સૌથી યોગ્ય દાવેદાર બનાવે છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાએ દબંગ અને અકીરા જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે જેમાં એણે ભ્રષ્ટ પોલીસ અધિકારી સાથે જબ્બર ટક્કર લીધી હતી. એ ફોર્સ-2માં પણ દેખાઈ હતી. સોનાક્ષી બ્રી લાર્સની ભૂમિકામાં ફિટ રહેશે અને કદાચ સારી રીતે ઍક્શન પણ કરશે.

દીપિકા પદુકોણ

XXX: રીર્ટર્ન ઑફ એક્સેન્ડર કેજમાં એનાં ઍક્શન પેક્ડ દૃશ્યો જોયા બાદ દીપિકા દેશી કેરોલ ડેનવરની ભૂમિકા ભજવવા માટેની એક મજબૂત દાવેદાર છે. એણે આ ફિલ્મથી હૉલિવુડમાં શરૂઆત કરી છે અને કાલ કોણે દીઠી છે, આ કદાચ એને માટે પ્લસ પોઇન્ટ પણ પુરવાર થાય.

રાધિકા આપ્ટે

રધિકા આપ્ટે 2018ની સૌથી ચર્ચિત હીરોઇનોમાંની એક રહી છે. એને તમામ કામ માટે બિરદાવવામાં આવી છે. માત્ર હિન્દી જ નહીં, સાઉથમાં પણ એના અભિનયની બોલબાલા છે. બ્રીની જેમ જ એક મોટી ફેન ફોલોઇંગ હોવું એ રાધિકાને કેપ્ટન માર્વલની ભૂમિકા માટે મોટી દાવેદાર બનાવે છે.

આલિયા ભટ્ટ

રાઝીમાં એક જાસૂસની ભૂમિકા ભજવ્યા બાદ આલિયા ફિલ્મોદ્યોગમાં એક અપરંપરાગત સુપર હીરો બની ગઈ છે. એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી બહુમુખી અભિનેતાઓમાં પોતાની જગ્યા બનાવી છે અને નિશ્ચિતરૂપે એ એક મહિલા સુપરહીરો ફિલ્મની મુખ્ય દાવેદારોમાંની એક છે.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સાઉથની ઉલ્લેખની હીરોઇનોમાંની એક છે. તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એની વિશાલ રેન્જને કારણે જાણીતી છે. એણે હિન્દી અને તેલુગુ ફિલ્મોદ્યોગમાં પણ આગવું સ્થાન મેળવ્યું છે. એક બહુમુખી અભિનેત્રી તરીકે પ્રસિદ્ધ રકુલ લાર્સનની દોડમાં પૂરી ફિટ રહેશે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી ઉર્ફે સ્વિટી શેટ્ટી બાહુબલીની એની ભૂમિકા માટે ફેમસ છે અને એમે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં અનેક ફિલ્મો કરી છે. યુવરાની દેવસેનાની આક્રમક ભૂમિકા કર્યા બાદ અનુષ્કા બ્રી લાર્સન તરીકે માર્વલ સિરીઝની ફિલ્મનો હિસ્સો બની શકે એવી સંભાવના છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here