સોની સબના નવા કૉમેડી ડ્રામા ભાખરવડીમાં ગાયત્રીની ભૂમિકા ભજવી રહેલી અક્ષતા મુદગલ સેટ પર એની રીલ ફૅમિલી સાથે મોજથી સમય વીતાવે છે. જોકે ઘણીવાર એવું બને છે કે એની મૉમ સેટ પર આવે છે અન્ય કલાકાર સાથે હળેમળે છે. ઘણીવાર તો બધા મળી અક્ષિતાની મજાક પણ ઉડાવે છે.

પોતાના અનુભવ વિશે જણાવતા અક્ષિતા કહે છે કે, સેટ પર હું એકલી એવી આર્ટિસ્ટ છું જે ગુજરાતી કે મરાઠી અસ્ખલિત બોલી શકતી નથી.આનો ફાયદો ઉઠાવતો હોય તેમ અક્ષય (અભિષેક ગોખલે) અને પરેશ સર (મહેશ ઠક્કર) પોતપોતાની ભાષામાં અજીબોગરીબ શબ્દ કે વાક્ય બોલતા શીખવાડે છે. એટલું જ નહીં, તેઓ મને બીજા સામે બોલવાનું પણ કહે છે. તેમના કહેવા પ્રમાણે બોલ્યા બાદ મને એ શબ્દ કે વાક્યના અસલી અર્થની જાણ થાય છે.

ઘણીવાર એવું પણ બને કે મારી મૉમ સેટ પર આવે અને એ પણ આ બધા સાથે મળી મને પ્રેન્ક કરતી હોય છે.

ભાખરવડીમાં પરિવાર વચ્ચેના ખાટામીઠા સંબંધને દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતી પરિવારના વડીલ મહેન્દ્ર ઠક્કર (પરેશ ગણાત્રા) અને મરાઠી કુટુંબના વડીલ અન્ના (દેવેન ભોજાણી) એ બંને ભાખરવડીના બિઝનેસમાં એકબીજાને ટક્કર આપી રહ્યા છે. સોમવારથી શુક્રવારે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થતી ભાખરવડીના નિર્માતા છે જેડી મજિઠિયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here