ઠાકરેની સફળતાને પગલે સાતમા આસમાનમાં વિહરી રહેલો નવાઝુદ્દન સિદ્દીકી ટૂંક સમયમાં હદથી વધુ પ્રેમ કરનારા આશિકની ભૂમિકામાં જોવા મળશે. ડેબ્ટન્ટ ભાઈ શમાસ સિદ્દીકીની ફિલ્મ બોલે ચીડિયાંમાં નવાઝનું કેરેક્ટર કંઇક અલગ પ્રકારનું હશે. બોલે ચૂડિયાં વુડપેકર મૂવીઝના રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા સાથે મોતીચુર લડ્ડુ બાદ નવાઝુદ્દીનની આ બીજી ફિલ્મ છે.

નવાઝુદ્દીન નીતનવી ભૂમિકાઓની સાથે પાત્રમાં પણ અવનવા પ્રયોગ કરતો રહે છે. નવાઝને લાગે છે કે ફિલ્મોનો આજનો દોર એના માટે ઘણો એક્સાઇટિંગ છે કારણ દર્શકોનો ફિલ્મ જોવાનો નજરિયો ઘણો બદલાવાની સાથે પરિપક્વ થયો છે.

ખુશખુશાલ નજરે પડી રહેલા દિગ્દર્શક શમાસ સિદ્દીકીને લાગે છે કે આ રોમાંન્ટિક ડ્રામા ફિલ્મ એના ભાઈ સાથે કરવી એ એના માટે ગર્વની વાત છે. બોલે ચૂડિયાં અગાઉ શમાસે મિયાં કલ આના નામક શોર્ટ ફિલ્મ બનાવી હતી જેને ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત નવાઝુદ્દનની મુખ્ય ભૂમિકાવાળી મન્ટો કો-પ્રોડ્યુસ કરી હતી.

રાજેશ ભાટિયાના જણાવ્યા મુજબ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૃ થશે અને જૂનના અંતમાં પૂરૂં કરાશે. જ્યારે ફિલ્મને ઓક્ટોબરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.