સુજૉય ઘોષની ફિલ્મ બદલાએ બોક્સ ઑફિસ પર એક અઠવાડિયામાં 50 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે સોમવારે 3.75 કરોડ રૂપિયા, મંગળવારે 3.85 કરોડ, બુધવારે 3.55 કરોડ, ગુરૂવારે 3.65 કરોડ અને શુક્રવારે 3.73 કરોડ રૃપિયાની કમાણી સાથે એક અઠવાડિયામાં કમાણીનો આંકડો પચાસ કરોડ રૂપિયાની પાર કર્યો હતો. બદલાએ પહેલા વીકઍન્ડમાં જ ધમાકેદાર શરૂઆત કરી હતી.
સુજૉય ઘોષની ક્રાઇમ થ્રિલર તાપસી પન્નુનાં પાત્ર નૈનાની આસપાસ ઘૂમે છે જે એક હત્યાકાંડમાં ફસાઈ છે. નૈનાના વકીલની ભૂમિકામાં અમિતાભ બચ્ચન છે. ઉપરાંત ફિલ્મમાં અમૃતા સિંહ, ટૉની લ્યૂક અને માનવ કૌલ મુખ્ય ભૂમિકામાં છે. પિન્ક બાદ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફરી બદલામાં સાથે આવ્યા છે. નિર્માતા માટે અમિતાભ-તાપસીની જોડી હિટ પુરવાર થઈ છે.