અનેક હિટ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી આપણે જાઈ છે. અમર અકબર એન્થની, નસીબ, અજૂબા  જેવી ફિલ્મોમાં ભાઈ, મિત્રની ભૂમિકામાં દર્શકો સમક્ષ આવ્યા છે. હવે આ જોડી વરસો બાદ રૂપેરી પરદે ફરી જોવા મળશે અને એ પણ પિતા-પુત્રની ભૂમિકામાં. ૧૦૨ નોટઆઉટમાં અમિતાભ આયુષ્યના સો વરસ પૂરા કરી ચુકેલા પિતાની ભૂમિકામાં છે તો પંચોતેર વરસના પુત્રનું પાત્ર રિશી કપૂર ભજવી રહ્યો છે.

ફિલ્મના શૂટિંગ દરમ્યાન બંને કલાકારે સાત કલાક તો મેકઅપ માટે કાઢવા પડતા. આમ છતાં ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી બંને કલાકારોએ મેકઅપના સમય માટે કચકચ કરી નહોતી એમ ફિલ્મના દિગ્દર્શક ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું.

૧૦૨ નોટ આઉટ એ સૌમ્ય જોશી લિખિત-દિગ્દર્શિત ગુજરાતી નાટક પર આધારિત હોવાથી ફિલ્મની વાર્તા પણ સૌમ્યએ જ લખી છે. બંને મુખ્ય પાત્રોની ઉંમર અભિનેતાની વય કરતા વધુ હોવાથી પ્રોસ્થેટિક મેકઅપ વગર કોઈ બીજો પર્યાય ન હોવાથી બંને કલાકારોએ રોજના સાત કલાક મેકઅપ માટે ફાળવવા પડતા હતા. ત્યાર બાદ છ કલાક શૂટિંગના. શરૂઆતમાં મેકમાં જતા સમય અને કંટાળાજનક પ્રક્રિયાને કારણે કલાકારોનો કકળાટ ત્રાસદાયક રહેશે એવું મને લાગ્યું હતું. પરંતુ પ્રોસ્થેટિક મેકઅપને કારણે જ  બંને અભિનેતાઓ પાત્રને આત્મસાત કરી પાત્રને અનુરૂપ અભિનય કરી શક્યા એમ ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું.

અમિતાભ બચ્ચન અને રિશી કપૂર બંને સવારે પાંચના ટકોરે સેટ પર હાજર થઈ જતા. ત્યાર બાદ મેકઅપની શરૂઆત થતી અને હકીકતમાં શૂટિંગ બપોરના લંચ બાદ શરૂ થતું. સામાન્યપણ સાંજે છ વાગ્યા સુધી શૂટિંગ કરતા પણ ક્યારેક રાત્રે નવ પણ વાગી જતા. આ સિલસિલો પિસ્તાલીસ દિવસ સુધી ચાલ્યો હોવાનું ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું.

અમિતાભ બચ્ચનનો મેકઅપ અમુક અંશે સહ્ય હતો. પરંતુ રિશી કપૂરને ટાલ દર્શાવવાની હોવાથી  તેમને કૅપ પહેરાવવી પડતી. બીજા મેકઅપને બાજુ પર રાખીએ તો માત્ર બાર-તેર કલાક કૅપ પહેરી રાખવી પડતી. એટલે જ્યારે કૅપ કાઢવામાં આવતીત્યારે તેમના માથા પર અનેક ગ્લાસ પાણી રેડ્યું હોય એટલો પરસેવો થતો એમ ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું. આટલું કષ્ટ વેઠીને પણ ઊભી રહેલી બાપ-દિકરાની અનોખી જોડીએ મે મહિનામાં ધમાલ મચાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here