જ્યારથી આ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી લોકો માત્ર અંગૂઠાથી જ બધા સંબંધો જાળવવા લાગ્યા છે. ઘરના ડ્રોઇંગ રૂમમાં બેઠા હશે તો પણ બે ભાઈ-બહેન કે પતિ-પત્ની ચેટિંગથી વાતચીત કરતા હોય એવું દૃશ્ય આજકાલ કૉમન થઈ ગયું છે. અગાઉ કહેવાતું કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ હવે એ બદલીને કહેવાય છે સ્માર્ટ ફોન મારો ગૉડ અને હું એનો ગુલામ. આજની પેઢીથી જો સ્માર્ટ ફોન થોડા કલાક માટે પણ અળગો કરીએ તો તેમને હૃદયરોગથી લઈને માનસિક રોગના હુમલા આવવા માંડે એટલી હદે તેઓ વ્યસની થઈ રહ્યા છે. આ ફોનને અકલથી વાપરો તો સ્માર્ટ છે પણ અકલ નેવે મુકી ઉપયોગ કરો તો ફોનમાં જેટલા ઍપ હશે એટલી ઉપાધી તમને ઘેરી લેશે.

સંભાષણ બહુ લાંબું ચાલ્યું નહીં, પણ શું થાય સ્માર્ટ ફોનની રામાયણ કહેતી ફિલ્મ ફેકબુક ધમાલ આવી રહી હોય તો પારાયણ તો કરવી જ પડે હો.

8 માર્ચે રિલીઝ થઈ રહેલી ફેકબુક ધમાલ જના યુવાનિયાઓ જે રીતે સ્માર્ટ ફોનના એડિક્ટ થઈ રહ્યા છે સામે લાલબત્તી ધરે છે અને એ પણ એકદમ હળવી શૈલીમાં. હસતા હસાવતા સોશિયલ મીડિયાના જોખમો જણાવતી ફિલ્મના લેખક-દિગ્દર્શક અને નિર્માતા છે મનોજ પટેલ.

અગાઉ મેડિકલ ફિલ્ડમાં ચાલતી ગોબાચારી પર પ્રકાશ પાડતી ફિલ્મ કમિટમેન્ટ બનાવ્યા બાદ આજના સળગતા પ્રશ્નને કેન્દ્રમાં રાખી ફેકબુક ધમાલ નામની કામેડી થ્રિલર ફિલ્મ બનાવનાર મનોજ પટેલ કહે છે કે, સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં ગળાડૂબ રહેતા આજના યુવાનોની ઘણી વાતો એવી છે જે વડીલ વર્ગને ખટકતી હોય છે. જેમકે સવાર ઊઠીને પહેલાં ફોન હાથમાં લેશે પછી ભગવાનને પ્રાર્થના કરશે. પ્રાતઃક્રિયા સમયે પણ ફોન હાથમાંથી નહીં છૂટે. રસ્તે ચાલતા પણ નજર  ફોન પરથી નહીં હટે. સ્કૂલ-કૉલેજમાંમાં પણ લેક્ચર કરતા ફોનમાં ધ્યાન વધુ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેં ફેકબુક ધમાલની વાર્તા લખી. ફિલ્મના કેન્દ્રમાં છે એટીકેટી એન્જિનિયરિંગ કાલેજના પ્રિન્સિપલ-પ્રોફેસરથી લઈ વિદ્યાર્થી અને પ્યૂન સુદ્ધાંસ્માર્ટ ફોનના વ્યસની છે. સારાસારનું ભાન ભૂલેલા કૉલેજના વિદ્યાર્થી સ્કૅમ, અનીતિના અડ્ડા જેવા મસાજ પાર્લર વગેરેના ચક્કરમાં ફસાય છે. અને એમાંથી બહાર નીકળવા તેઓ કેવા ધમપછાડા કરે છે એ સમગ્ર વાતને નિર્માતા-દિગ્દર્શક-લેખક મનોજ પટેલે રમૂજી શૈલીથી ફેકબુક ધમાલમાં વણી લીધી છે.

આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં નિશિત બ્રહ્મભટ્ટ, બિમલ ત્રિવેદી, નંદિની મહેતા, કાર્તિક રાષ્ટ્રપાલ, મનોજ પટેલ, સોહમ શાહ, કૈલાશ શહદાદપુરી, જેની સોની, ૠત્વા પટેલ, વિશાલ વૈદ્ય, વિવેકા પટેલ, જૈવિક ત્રિવેદી, શ્રુતિ બારોટ, નીલમ સુથાર, ભૂમિકા પટેલ, દીપા ત્રિવેદી, રાજેશ ઠક્કર, ધ્રુવ ગોસ્વામી અને હિતેશ નાઇક જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મના સંગીતકાર છે મનોજ વિમલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here