પેઇન્ટ્સ અને કોટિંગ્સનું નિર્માણ કરતી આંતરરાષ્ટ્રીય કંપની અને ભારતમાં ડુલક્સ પેઇન્ટ્સનું ઉત્પાદન કરતી અક્ઝોનોબલે એક ફાઇવસ્ટાર હોટેલમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં સ્પાઇસ્ડ હનીને કલર ઑફ ધ યર તરીકે પ્રસ્તુત કર્યો હતો. ભારતમાં ડુલક્સના બ્રાન્ડ એમ્બેસેડર ફરહાન અખ્તરે સ્પાઇસ્ડ હનીને લૉન્ચ કર્યો હતો.

આ પ્રસંગે ફરહાન અખ્તરે કહ્યું હતું કે, સ્પાઇસ્ડ હનીને કારણે એક સકારાત્મક મૂડ બને છે. આ એક વૈવિધ્યપૂર્ણ કલર છે કારણ એની જોડી ભિન્ન રંગો સાથે પણ બનાવી શકાય છે.

ઇવેન્ટમાં આવવાની સાથે જ ફરહાને જાહેર કર્યું કે એ પ્રોડક્ટ સિવાય બીજી કોઈ વાત નહીં કરે. આને કારણે ઉપસ્થિત પત્રકારો થોડા નારાજ થયા હતા.

ડુલક્સ પેઇન્ટ્સ ભારતની અગ્રણી કલર ઉત્પાદક કંપની છે જેનો ઉપયોગ ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના કલરિંગ માટે પણ કરાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here