સરકાર દ્વારા કરોડો રૂપિયા પ્રાથમિક શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકારી સ્કૂલોની હાલત કેવી છે એ વાત કોઈનાથી અજાણી નથી. આપણે અવારનવાર ન્યુઝ પેપર, ન્યુઝ ચૅનલ અને ઇન્ટરનેટ પર દેશભરની સરકારી સ્કૂલોની ખસ્તા હાલત વિશે જોતા હોઇએ છીએ.  આખરે આનું કારણ શું છે કે આટલો ખર્ચ કરવા છતાં પણ આ સ્કૂલોની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી.

આ મુદ્દે સર્જિકલ સ્ટ્રાઇક કરવા આવી રહી છે હિન્દી ફીચર ફિલ્મ બ્લેકબોર્ડ વર્સીસ વ્હાઇટબોર્ડ.

ફિલ્મની વાર્તા કાલ્પનિક જરૂર છે પણ વાસ્તવિકતાની ઘણી નજીક છે. ફિલ્મમાં પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મ મનોરંજનની સાથે એક સંદેશ પણ આપે છે. ફિલ્મમાં રઘુવીર યાદવ, અશોક સામર્થ, અખિલેન્દ્ર મિશ્રા, પંકજ ઝા, ધર્મેનદ્ર સિંહ અને અલીસ્મિતા ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ કર્યું છે માઇલસ્ટોન ક્રિએશન્સ અને રતન શ્રી એન્ટરટેઇન્મેન્ટના નુપૂર શ્રીવાસ્તવ, ગિરીશ તિવારી અને આશુતોષ સિંહ રતને. ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here