ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી પ્રાણી પ્રેમી છે, હકીકતમાં આ બાબત એને વારસામાં મળી એમ કહી શકાય. કારણ, અભિનેત્રીના પિતા શાકાહારી છે અને નાનપણથી શ્વાન –બિલાડી સાથે રમીને ઉછરી છે. એટલા માટે જ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દિવસે દિવસે વધતો ગયો છે. અભિનેત્રી કહે છે કે તેમની પાસે ઘણું શીખવા મળે છે કેમ કે તેઓ ભરપુર પ્રેમ આપતા હોય છે.

ફિલ્મ સિટી જેવા રળિયામણાં વિસ્તારમાં આવેલા સ્ટુડિયોમાં શૂટિંગ કરતી હોવાથી ત્યાં અનેક શ્વાનની સાથે બિલાડીઓ ફરતી હોય છે. સૃષ્ટી કહે છે કે, શૂટિંગ દરમ્યાન આવતા પ્રાણીઓની સંભાળ રાખવાની સાથે પુષ્કળ પ્રેમ કરૂં છું. તેમની સાથે બેસવાનું મને ગમે છે. એટલું જ નહીં મારા અન્ય મિત્રોની જેમ તેમની સાથે પણ વાતો કરતી હોઉં છું.

ભવિષ્યમાં પુષ્કળ પેટ્સ એડોપ્ટ કરવાનું અભિનેત્રીનું પ્લાનિંગ છે. એ કહે છે કે, એ કઈ બ્રીડનું છે કે કોઈ ખાસ બ્રીડ હોવી જોઇએ એવું નથી. શેરીમાં ભટકતા પ્રાણી હોય તો પણ મને એની સંભાળ રાખવી ગમશે. હું તો લોકોને અપીલ કરૂં છું કે તેઓ પણ ભટકતા પ્રાણીઓની સંભાળ લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here