દરેક વ્યક્તિનો પ્રવાસ એના જન્મથી જ શરુ થાય છે. અને એનો દરેક વળાંક કંઇક શીખવીને જાય છે. આયુષ્યના પ્રવાસનો એક અલગ દૃષ્ટીકોણ દાખવનારા પ્રવાસ નામની મરાઠી ફિલ્મનું મુહૂર્ત થયું. મરાઠી-હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ્યેષ્ઠ અભિનેતા અશોક સરાફ અને બૉલિવુડની સાથે મરાઠી ફિલ્મો પણ ગજવનાર પદ્મિની કોલ્હાપુરે પહેલીવાર આ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે. ઉપરાંત વિક્રમ ગોખલે, રજત કપૂર, શશાંક ઉદાપુરકર જેવા કલાકાર ધરાવતી ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઉદાપુરકર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here