સ્ટાર ભારત પર 18 ફેબ્રુઆરીથી પ્રસારિત થનારો શો એક અનોખો રૉમકૉમ શો છે જેમાં ભારતીય ટેલિવિઝન પર ક્યારેય જોવા ન મળ્યો હોય એવું કથાનક જોવા મળશે. સિરિયલના કેન્દ્રમાં છે સસરા અને જમાઈ. શોમાં ઓમકાર જે વાર્તાની રજૂઆત કરશે એમાં ત્રિલોકીનાથ મંદિરના પૂજારીને તેમની દીકરી સાથે લગ્ન કરવા મનાવશે. એ સાથે ફિલ્મી ઍક્શનને જાણવા મળ્યા મુજબ શોની વાર્તા અનિલ કપૂર અને અમૃતા સિંહની સુપરડુપર ફિલ્મ ચમેલી કી શાદી પરથી પ્રેરિત છે.

સૂત્રના જણાવ્યા મુજબ પ્યાર કા પાપડ સસરા-જમીના સંબંધને કૉમિક સ્વરૂપે રજૂ કરશે. નિરેમાતાઓએ સસરા-જમાઈના પ્રેમ અને ધિક્કારના સંબંધોને રમૂજી શૈલીમાં દર્શાવવા માટે ઘણી જહેમત ઉઠાવી છે.

કાનપુરનું બેકડ્રોપ ધરાવતી વાર્તા પ્યાર કે પાપડમાં હાસ્ય, પ્રેમ જેવી લાગણીઓના ઉતાર ચડાવની સાથે આપણા સમાજની માન્યતાઓ સામેની લડત પણ દર્શાવવામાં આવશે. શોમાં આશય મિશ્રા, સ્વરધા થિંગલે અને અખિલેન્દ્ર મિશ્રા મુખય ભૂમિકામાં છે. પ્યાર કા પાપડ 18 ફેબ્રુઆરીથી સ્ટાર ભારત પર પ્રસારિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here