પાકિસ્તાનમાં ટોટલ ધમાલ રિલીઝ નહીં થાય

અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલ અંગે ચોંકાવનારા ન્યુઝ આવ્યા છે અને આ વાતને ખુદ અજય દેવગણે જણાવી છે. ફિલમ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી હોવાથી ફિલ્મની ટીમ જોરશોરથી પ્રચારમાં લાગી છે. ત્યારે અજય દેવગણે…

પાકિસ્તાનમાં ટોટલ ધમાલ રિલીઝ નહીં થાય

અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલ અંગે ચોંકાવનારા ન્યુઝ આવ્યા છે અને આ વાતને ખુદ અજય દેવગણે જણાવી છે. ફિલમ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી હોવાથી ફિલ્મની ટીમ જોરશોરથી પ્રચારમાં લાગી છે. ત્યારે અજય દેવગણે ટ્વીટ કર્યુ છે કે તેઓ ટોટલ ધમાલને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરે. અજયે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટોટલ ધમાલ ટીમે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા અજય દેવગણે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલાને વખોડવાની સાથે એનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

40 જવાનોના મૃત્યુને કારણે દેશમાં આક્રોશ વ્યાપ્યો છે. બધા પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે ટોટલ ધમાલની ટીમે જે નિર્ણય લીધો છે ખરેખર કાબિલે દાદ છે.

અજય દેવગણની ફિલ્મ એ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં અજય ઉપરાંત માધુરી જદીક્ષિત-નેને, અનિલ કપૂર, રિતેશ દેશમુખ અને બોમન ઇરાની મુખ્ય ભૂમિકામાં છે.