ગુજરાતી સહિત દેશની તમામ ભાષામાં ગીતો ગાઈ ચુકેલાં અગ્રણી પાર્શ્વગાયિકા આશા ભોસલેએ ગુજરાતના જ ખમીરવંતા પ્રદેશ કચ્છના પ્રાતઃસ્મરણીય ઓધવરામજી બાપાનું એક ભજન ગાયું છે. કચ્છી ભાષામાં પહેલી વાર ગીત રેકોર્ડ કર્યા બાદ આશા ભોસલેએ કહ્યું હતું કે, હું લંડન-દુબઈની ટુર પતાવી સીધી રેકોર્ડિંગમાં આવી છું. તબિયત નાદુરસ્ત હોવા છતાં મને ભજન એટલું પસંદ પડ્યું કે ના ન કહી શકી. બીજું, મારી આટલા વરસોની કારકિર્દીમાં મેં પહેલીવાર કચ્છી ભાષામાં ગાયું. ગુજરાતીમાં તો મેં ઘણાં ગીતો ગાયાં છે પણ કચ્છી ગીત માટે પહેલીવાર ભાવેશ ભાનુશાલીએ સંપર્ક કર્યો. પહેલીવાર ગીત ગાતા હોઇએ એટલે થોડી તકલીફ થાય પણ જેટલી ભાષા મીઠડી છે એટલાં જ ભજનના શબ્દો હૃદયસ્પર્શી છે.

અનાજના વેપારી હોવા છતાં સંગીતનો જીવ એવા ભાવેશ ભાનુશાલીએ જણાવ્યું કે, કચ્છમાં પૂજનીય એવા ગોભક્ત, પરોપકારી સંત ઓધવરામજી બાપાના જીવન પર આધારિત ભજન આશા ભોસલે પાસે ગવડાવવાની ઇચ્છા મારાં 95 વરસનાં દાદીની હતી. એ પૂરી કરવા મેં આશાજીનો સંપર્ક કર્યો. આશાજીની એટલી મહાનતા કે મારા જેવા એક નવોદિત કલાકાર સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. એટલું જ નહીં, તેમણે સહયોગની સાથે પુષ્કળ પ્રોત્સાહન પણ આપ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here