બી-ટાઉનમાં મોટરબાઈક ચલાવવી એ એક ટ્રેન્ડ બની ગયો છે. ગ્લેમર વર્લ્ડની કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિન્હા જેવી અનેક નાજુક-નમણી હીરોઇનો બાઈક ચલાવતા શીખી અને ફિલ્મ માટે બિન્ધાસ્ત સીન પણ આપ્યા. માત્ર B-ટાઉનની જ નહિ ટેલિવુડની અભિનેત્રીઓ પણ ટુ-વ્હીલર ચલાવવામાં માહેર છે. બાઇક ચલાવતી મનોરંજન જગતની હીરોઇનોમાં સોની એન્ટરટેઇન્મેન્ટ પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ પટિયાલા બેબ્સની પરિધિ શર્મા પણ પાછળ નથી. માતા-પુત્રીના સંબંધો પર આધારિત શોમાં એક દીકરી કેવી રીતે એની માતામાં આત્મવિશ્વાસનો સંચાર કરી એનું મેકઓવર કરે છે એની વાત વણી લેવામાં આવી છે.

શોની લીડ એક્ટ્રેસ પરિધિ તાજેતરમાં સિરિયલના સેટ પર બુલેટ ચલાવવાનું શીખી રહી હતી. જે જોમ જુસ્સાથી એ બાઇક શીખી રહી હતી એ જોવું પણ એક લ્હાવો હતો. હકીકતમાં પિરિધીએ સિરિયલના એક સીનમાં બુલેટ ચલાવવાની હોવાથી જ્યારે પણ ફુરસદ મળે એ બુલેટ ચલાવવાનું શીખી રહી હતી.
પરિધિ કહે છે કે, મને હંમેશ બાઇકનું આકર્ષણ રહ્યું છે. અને મને કંઈ પણ નવી ચીજ શીખવા મળતી હોય તો હું ના પાડતી નથી. એવું નથી કે મેં પહેલીવાર કોઈ ટુ-વ્હીલર ચલાવ્યું હોય. મેં સૌપ્રથમ મારા પાપાનું સ્કૂટર ચલાવ્યું હતું. પાપાનું કહેવું હતું કે કોઈ પણ વાહન ચલાવતા શીખવું જોઇએ, ક્યારેક ઇમર્જન્સીમાં કામ લાગે. જ્યારે બાઇક હું મારા પતિ પાસે શીખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here