ચુલબુલી હીરોઇન નીતિ ટેલરે સ્ટાર પ્લસના ઇશ્કબાઝ-પ્યાર કી એક ઢિનચક કહાનીમાં ખુશમિજાજ મન્નકૌર ખુરાના તરીકે ટેલિવિઝનમાં પુનરાગમન કર્યું છે. દર્શકોને મન્નતનું પાત્ર ઘણું પસંદ પડ્યું છે કારણ એને શાયરી સંભળાવવી પસંદ છે. કામ પ્રત્યે સમર્પિત અભિનેત્રીએ શાયરી યોગ્ય ઢબે બોલી શકે એ માટે એક ટ્યુટર રાખ્યો છે.

નીતિ આ અંગે જણાવે છે કે, મન્નતને શાયરી કરવી પસંદ છે અને આ એની યુએસપી છે. મારે મારાં હિન્દીના ઉચ્ચારણો સુધારવા હતા, કારણ મારી એવી ઇચ્છા હતી કે વાસ્તવિક રીતે શાયરી સંભળાવી શકું. એટલે શોના મેકરે એક ટ્યુટરની વ્યવસ્થા કરી આપી. ટ્યુટર રોજ સેટ પર આવી મારી હિન્દી સુધારવાની સાથે શાયરીને યોગ્ય ઉતાર-ચઢાવ અને વિવિધતાથી સંભળાવવાની રીતો શીખવાડે છે. ટ્રેનિંગને લીધે મારા પર્ફોર્મન્સમાં ઘણો સુધારો થયો. મને આનંદ છે કે મન્નતના પાત્ર થકી મેં કંઇક નવું કરવાની કોશિશ કરી છે.