બેન્ડ બાજા બંધ દરવાજાથી સોની સબ 2019ની ધમાકેદાર શરૂઆત કરી રહ્યું છે. મુકેશ તિવારી (સંજીવ શર્મા), અમિતોષ, નાગપાલ (રૉકી), નીલુ કોહલી (સરિતા ખુરાના) અને રાજેન્દ્ર શર્મા (ચંદન ખુરાના) અભિનીત હૉરર શો દર્શકોને ભૂતિયા ટ્વિસ્ટ સાથે હેરતઅંગેજ સફર કરાવશે.

શોની લૉન્ચિંગ ઇવેન્ટમાં સંજીવ શર્માનું પાત્ર ભજવી રહેલા મુકેશ તિવારીએ જણાવ્યું કે બેન્ડ બાજા બંધ દરવાજા એક કૉમેડી શો છે જે અન્ય કૉમેડી શો કરતા એકદમ અલગ છે. શોની સૌથી મોટી ખાસિયત એ છે કે આ હૉરર કૉમેડી છે. શોન કથા થોડા પશ્ચાતાપ અને થોડી મહેચ્છાઓની છે. જીવતેજીવ જે ઇચ્છા-અપેક્ષાઓ પૂરી ન થતાં ભૂત બની બદલો લેવા એક ઘરમાં ડેરાતંબુ તાણે છે. કથાનક કંઇક અલગ પ્રકારનું હોવાથી મને ઘણું પસંદ પડ્યું અને મેં શો કરવાની હા પાડી.

તો અમિતોષ નાગપાલ (રૉકી) કહે છે કે શો થકી અમે દર્શકોને ડરાવવાની સાથે હસાવવાનું પણ કામ કરશું. તો ચંદન ખુરાનાનું પાત્ર ભજવી રહેલા રાજેન્દ્ર શર્માએ કહ્યું કે એ 12 વરસ બાદ ફરી ટીવી શો કરી રહ્યા છે. આશા રાખું છું કે દર્શકોને શોની સાથે મારૂં કામ પણ પસંદ પડશે. જ્યારે નીલુ કોહલી કહે છે કે શોમાં હું સરિતા ખુરાનાનું પાત્ર ભજવી રહી છું. બેન્ડ બાજા બંધ દરવાજા મારા માટે એક અલગ પ્રકારનો અનુભવ છે. અમે કંઇક અલગ આપવાનો પ્રયાસ કર્યો છે અને દર્શકો પણ એને વધાવશે એવી અપેક્ષા છે. કારણ બેન્ડ બાજા બંધ દરવાજા માત્ર 26 એપિસોડની જ સિરીઝ છે જે 26 જાન્યુઆરીથી દર શનિવાર-રવિવારે રાત્રે 7 વાગ્યે પ્રસારિત થશે.