પુલવામા હુમલા બાદ નવજોત સિદ્ધુએ પાકિસ્તાન સાથે ચર્ચા કરને ઉકેલ લાવવાની ભલામણ કરી હતી. એના આ વક્તવ્ય બાદએના પર ટીકાઓની ઝડી વરસી હતી. એટલું જ નહીં, કપિલ શર્માના શોમાંથી હકાલપટ્ટી કરવાની પણ માગણી કરી હતી. આટલું ઓછું હોય તેમ વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિયેશને પણ પ6 લખી નવજોત સિદ્ધુને શો બહારનો રસ્તો દેખાડવાની માંગણી કરી હતી. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવજોત સિદ્ધુએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મુઠીભર લોકો માટે તમે પાકિસ્તાનને શું કામ દોષી ગમો છો એવો પ્રશ્ન પૂછ્યો હતો. હું હુમલાનો વિરોધ કરૂં છું પણ પાકિસ્તાન સાથે ચર્ચાવિચારણા કરી પ્રશ્નનો નીવેડો લાવવો જોઇએ. ત્યાર બાદ લોકોની ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. એ સાથે સોશિયલ મીડિયા પર સિદ્ધુની કપિલ શર્માના શોમાંથી હકાલપટ્ટી કરવાની માંગણીએ જોર પકડ્યું હતું.

નવજોત સિદ્ધુએ કરેલી ટિપ્પણી તેને ભારે પડી હતી. સોશિયલ મીડિયા પર #BoycottSidhu ટ્વીટર ટ્રેન્ડ પણ કર્યું છે. સિદ્ધુ સામે ફાટી નીકળેલા આક્રોશને જોઈ શો જેના પર પ્રસારિત થઈ રહ્યો છે એ ચૅનલે તાત્કાલિક સિદ્ધુની હકાલપટ્ટી કરી હતી. ચૅનલે શોના નિર્માતાને પણ સિદ્ધુને વિદાય કરવા જણાવ્યું હતું. એ સાથે વિદાય કામચલાઉ નહીં પણ કાયમી છે એવી પમ સ્પષ્ટતા કરવામાં આવી છે.

સિદ્ધુની વિદાય બાદ અર્ચના પુરણસિંગ એની જગ્યા લે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે પણ હજુ સુધી અર્ચનાના નામની અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here