સપના ચૌધરી, વિક્રાંત આનંદ, ઝુબેર ખાન અને અંજુ જાધવની અપકમિંગ ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટસનું મ્યુઝિક તાજેતરમાં લૉન્ચ કરાયું. રીના ડેનિયલ લિખિત અને જ

યલ ડેનિયલ દ્વારા નિર્મિત ફિલ્મના દિગ્દર્શક છે હાદી અલી અબરાર. તો ફિલ્મનું સંગીત આપ્યું છે અલ્તાફ સઈદ અને મન્ની વર્માએ.

ફિલ્મનું ખાસ આકર્ષણ છે સપના ચૌધરી. અત્યાર સુધી હરિયાણવી, પંજાબી અને ભોજપુરીમાં અભિનયના જલવા દેખાડી ચુકેલી સપના ચૌધરી દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સથી બૉલિવુડમાં એન્ટ્રી કરી રહી છે.
8 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સ ચાર મિત્રોની વાત છે. ચારેયના પોતાના સપના છે. અને ચારેય પોતાના સપના સાકાર કરવા પોતપોતાનો રસ્તો પસંદ કરે છે. દરેકની પોતાની સ્ટોરી છે. પણ, સૌથી મજેદાર પાત્ર છે સપના ચૌધરીનું. ફિલ્મમાં એ પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે અને જબરજસ્ત ઍક્શન કરતી જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here