સ્ટાર પ્લસના આગામી શો દિવ્ય દૃષ્ટી એના સુપર નેચરલ જૉનર અને ભવ્ય દૃશ્યોથી દર્શકોનું દિલ જીતવા આવી રહ્યો છે. સિરિયલમાં એક એક કસાયેલા કલાકારની વરણી કરવામાં આવી છે. શોના પિશાચિનીના પાત્ર માટે એક-બે નહીં પૂરી 12 અભિનેત્રીઓ સાથે ચર્ચા થઈ હતી. આખરે સંગીતા ઘોષ પર પસંદગીનો કળશ ઢોળાયો.

જે અભિનેત્રીઓનો સંપર્ક કરાયો હતો એમાં રિતુ શિવપુરી, કાશ્મીરા શાહ, મુગ્ધા ગોડસે, સના ખાન, રિદ્ધિ ડોગરા, સંજીદા શેખ, શમા સિકંદર, પવિત્ર પુનિયા, સના આફરીન ખાન, પાઓલી દાસ, નીરુ બાજવા અને પૂજા શર્માનો સમાવેશ થાય છે. આમ તો પહેલાં સંગીતાનો સંપર્ક કરાયો હતો પણ જ્યારે એનો લૂક ટેસ્ટ લેવાયો ત્યારે લાગ્યું કે સંગીતા આ કેરેક્ટર માટે પર્ફેક્ટ છે.
પોતાની કરિયરમાં બીજીવાર નેગેટિવ પાત્ર ભજવી રહેલી સંગીતા ઘોષે અગાઉ રિશ્તો કા ચક્રવ્યુહમાં ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી.
સંગીતા દિવ્ય દૃષ્ટીમાં પિશાચિનીનું પાત્ર ભજવી રહી છે અને એનો લૂક એકદમ વેગળો છે. શોના ટીઝરમાં એના આકર્ષક અને દિલકશ લૂકને કારણે દર્શકોના મન લુભાવી રહી છે.